આર્યન ખાન હવે આવતીકાલે આવશે જેલની બહાર, એક લાખના બોન્ડ પર મળ્યા છે જામીન

આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે

New Update

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, બેલ ઓર્ડર સાડા પાંચ વાગ્યા સુધીમાં જેલને મળ્યો નહોતો અને તેથી જ હવે આર્યન ખાન આજે નહીં, પરંતુ આવતીકાલ 30 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવશે. આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે.'મન્નત'માંથી ચાર ગાડી નીકળી હતી અને તેમાંથી એક કારમાં શાહરુખ બેઠો હતો.

માનવામાં આવતું હતું કે શાહરુખ દીકરા આર્યનને લેવા આર્થર રોડ જેલ ગયો હતો. હાઇકોર્ટે આર્યન ખાન માટે પાંચ પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો છે. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે. કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં. બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ સેશન્સ કોર્ટ જઈને આર્યન માટે બેલ બોન્ડ ભર્યો હતો. ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે બેલ ઓર્ડર લઈને આર્થર રોડ જેવા નીકળ્યા હતા.

Latest Stories