Connect Gujarat
દેશ

એનએસએ અજીત ડોભાલના ઘરે અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘુસવાનો પ્રયાસ, સુરક્ષા દળો એકશનમાં..!

એનએસએ અજીત ડોભાલના ઘરે અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘુસવાનો પ્રયાસ, સુરક્ષા દળો એકશનમાં..!
X

એનએસએ અજીત ડોભાલના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. સુરક્ષા દળો દ્વારા વ્યક્તિને રોકીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કસ્ટડીમાં લેવામાં આવેલા આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કોણ છે અને કયા ઈરાદાથી તે NSAના ઘરમાં ઘૂસી રહ્યો હતો તે જાણવાના પ્રયાસો ચાલુ છે.

દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરનારને રોક્યો અને કસ્ટડીમાં લઈ લીધો. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ માહિતી આપી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ તે માનસિક રીતે બીમાર હોવાનું જણાય છે અને ભાડાની કાર ચલાવતો હતો. આરોપી વ્યક્તિ એ જ કારમાં બેસીને ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની તપાસ કરશે. રિપોર્ટ્સ અનુસાર, પૂછપરછ દરમિયાન, વ્યક્તિએ દાવો કર્યો કે તેના શરીરમાં કોઈએ ચિપ લગાવી છે અને તેને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. પરંતુ પોલીસે કહ્યું કે એવું કશુ નથી. પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે બીમાર હોવાનું જણાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તે પકડાયો ત્યારે તે વ્યક્તિ થોડો બડબડ કરી રહ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, તે કર્ણાટકના બેંગ્લોરનો રહેવાસી છે. પોલીસના એન્ટી ટેરર યુનિટ અને સ્પેશિયલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેને કસ્ટડીમાં લઈને લોધી કોલોનીના સ્પેશિયલ સેલની ઓફિસમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.ડોભાલ આતંકવાદીઓના નિશાના પર છે NSA અજીત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ પણ કહેવામાં આવે છે. અજીત ડોભાલ ઉપર પાકિસ્તાન અને ચીનનો સતત ડોળો રહે છે. અજીત ડોભાલ હંમેશા આતંકવાદીઓના નિશાના પર રહે છે. મળતી માહિતી મુજબ, ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જૈશના એક આતંકી પાસેથી ડોભાલની ઓફિસનો વીડિયો મળ્યો હતો. તેણે આ વીડિયો પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલ્યો હતો. જે બાદ ડોભાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

Next Story