Connect Gujarat
દેશ

રાજસ્થાનના કોટામાં કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિબંધ, કલમ-144 એક મહિના માટે લાગુ.

વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" જોવા માટે સિનેમાઘરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

રાજસ્થાનના કોટામાં કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિબંધ, કલમ-144 એક મહિના માટે લાગુ.
X

વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" જોવા માટે સિનેમાઘરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજસ્થાનના કોટામાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એક મહિના માટે કલમ-144 લાગુ કરવામાં આવી છે. કલમ-144 મંગળવારથી અમલમાં આવી છે અને 21 એપ્રિલ સુધી અમલમાં રહેશે. હવે કોટા જિલ્લામાં પાંચ કે તેથી વધુ લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં. ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને કારણે આવું થયું છે. કોટા જિલ્લા વહીવટીતંત્રને આશંકા છે કે આ ફિલ્મ કોટામાં સાંપ્રદાયિક તણાવ પેદા કરશે. કાર્યકારી જિલ્લા કલેક્ટર રાજકુમાર સિંહે સોમવારે આ અંગે આદેશ જારી કર્યા છે.

હવે કોટા શહેરમાં એક મહિના સુધી કોઈ સરઘસ કે પ્રદર્શન કરવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોટામાં કોઈ વ્યક્તિ રાઈફલ, રિવોલ્વર, પિસ્તોલ, શોટગન કે અન્ય કોઈ ધારદાર હથિયાર લઈ જઈ શકશે નહીં. શીખ સમુદાયના લોકોને ધાર્મિક પરંપરા મુજબ કિરપાણ પહેરવાની છૂટ આપવામાં આવશે. બીજી તરફ કોટામાં કલમ-144 લાગૂ કરવા પાછળ રાજકીય કારણો પણ જણાવવામાં આવી રહ્યા છે. હકીકતમાં, બીજેપી નેતા પ્રહલાદ ગુંજલે મંગળવારે કોટામાં રાજ્યના સ્વાયત્ત શાસન મંત્રી શાંતિ ધારીવાલ વિરુદ્ધ મહિલાઓનું મોટું પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં દસ હજાર મહિલાઓ સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ધારીવાલ દ્વારા તાજેતરમાં વિધાનસભામાં મહિલાઓ વિશે આપેલા વાંધાજનક નિવેદનના વિરોધમાં મહિલાઓનું આ પ્રદર્શન યોજવાનું હતું. ગુંજલે કહ્યું કે આ વિરોધને કોઈ બળ રોકી શકશે નહીં. પ્રદર્શન ચાલુ રહેશે. બીજેપી વિધાયક દળના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં દરેક જગ્યાએ ફિલ્મની પ્રશંસા થઈ રહી છે. થિયેટરોમાં ફિલ્મ જોવાનો લોકોમાં ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કલમ-144 લાગુ કરવાનો વહીવટીતંત્રનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે કોટાના નાગરિકો ફિલ્મ જોઈ શકતા નથી.

Next Story