Connect Gujarat
દેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં PM મોદી સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રને મોટી ભેટ આપવા જઇ રહી છે. એટલ કે, રાજકોટને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નવું "ગ્રીનફિલ્ડ" એરપોર્ટ મળવા જઇ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં PM મોદી સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ...
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રને મોટી ભેટ આપવા જઇ રહી છે. એટલ કે, રાજકોટને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નવું "ગ્રીનફિલ્ડ" એરપોર્ટ મળવા જઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે, આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અંદાજિત 1,405 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, હિરાસર ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર અમે ડીસીસીએની મંજૂરીને આધીન ઓગસ્ટમાં નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. વર્તમાન એરપોર્ટ શહેરના મધ્યમાં છે, અને ટાઇન એરપોર્ટ પર, B777-SER/B747 400 પ્રકારના એરક્રાફ્ટને સેવા આપવા માટે 3040 મીટરની લંબાઈની યોજના કરવામાં આવી છે. જણાવી દઈએ કે, રાજકોટએ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે, તેમજ સૌરાષ્ટ્રની કોમર્શિયલ રાજધાની પણ છે. આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે, રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો મેન્યુફેક્ચરિંગનું હબ છે કે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમજ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી મોટી સંખ્યામાં નોકરીઓ તેમજ નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.

Next Story