Connect Gujarat
દેશ

પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા બદલાવ,ખેડૂતોએ કરવું પડશે આ કામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નવા વર્ષના પહેલા દિવસે 10 માં હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા બદલાવ,ખેડૂતોએ કરવું પડશે આ કામ
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નવા વર્ષના પહેલા દિવસે 10 માં હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2022માં મોટો બદલાવ કર્યો છે જેની અસર 12 કરોડથી અધિક રજિસ્ટર્ડ ખેડૂતો પર પડશે. અસલમાં, આવે ખેડૂતોને આવતા હપ્તા માટે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, નહીતર તેમને આવતો હપ્તો નહિ મળે. આ ઉપરાંત ખેડૂતોને આ યોજના હેઠળ મળવાવાળી એક મોટી સુવિધા પણ છીનવી લેવાઈ છે. કેંદ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં બાદલાવ કર્યા છે. અત્યાર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન બાદ પોતાના સ્ટેટસ, આવેદનની સ્થિતિ શું છે, બેંક અકાઉન્ટમાં કેટલા પૈસા આવ્યા છે તથા ક્યારે આવ્યા છે વગેરે ખુદ ચેક કરી શકતા હતા.

પરંતુ, હવે ખેડૂત આવું નહિ કરી શકે. અત્યાર સુધી કોઈપણ ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને પોતાનો આધાર નંબર, મોબાઈલ કે અકાઉન્ટ નંબર કે પોતાના હપ્તાનું સ્ટેટસ જાણી શકતો હતો. પરંતુ હવે ખેડૂત પોતાના મોબાઈલ નંબરના માધ્યમથી આ સ્ટેટસ નહિ જાણી શકે. હવે ખેડૂત માત્ર પોતાના આધાર તથા બેંક અકાઉન્ટના માધ્યમથી જ સ્ટેટસ ચેક કરી શકશે. આ યોજના હેઠળ હવે નવા રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પર રાશન કાર્ડ નંબર આપવો અનિવાર્ય છે. આ ઉપરાંત તેનું પીડીએફ પણ અપલોડ કરવું પડશે. હવે આધાર કાર્ડ, બેંક પાસબુક તથા ઘોષણાપત્રની હાર્ડકોપી જમા કરવાની અનિવાર્યતા સમાપ્ત થઇ ગઈ છે. હવે ડોક્યુમેન્ટસ ના પીડીએફ ફાઈલ પોર્ટલ પર અપલોડ અર્વા પડશે, જેથી પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન પહેલા કરતા સરળ બનશે.

Next Story