Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકાર દ્વારા હોમ આઈસોલેટ દર્દીઓ માટે નવી ગાઈડલાઈન કરાય જાહેર

કેન્દ્ર સરકાર દ્વારા હવે હોમ આઈસોલેટ દર્દીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા હોમ આઈસોલેટ દર્દીઓ માટે નવી ગાઈડલાઈન કરાય જાહેર
X

કેન્દ્ર સરકાર દ્વારા હવે હોમ આઈસોલેટ દર્દીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા ખાસ તો દર્દી સતત તબીબના સંપર્કમાં રહેવા સૂચન કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અમુક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા જે દર્દીઓને સામાન્ય લક્ષણો છે અથવા તો લક્ષણો નથી તેમના માટે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે

મંત્રાલયે જાહેર કરેલી નવી ગાઈડલાઈન પ્રમાણે પોઝિટીવ આવેલા દર્દી 7 દિવસમાં છૂટો કરવામાં આવશે પરંતુ તેને 3 દિવસ સુધી તાવ નહી હોય તો તેનો આઈસોલેશન સમયગાળો પણ પૂરો થશે. હોમ આઈસોલેશનમાં સમય પૂરો થાય બાદ દર્દીને ટેસ્ટ કરવાની પણ કોઈ જરૂર નહી પડે.જોકે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિ તેની કોઈ પણ વસ્તુ અન્યને ન આપી. સંક્રમિત દર્દી નું ટેમ્પરેચર અને તેનું ઓક્સિજન લેવલ સતત ચેક કરવામાં આવે જો તેમા ખામી લાગે તો તુરંત હોસ્પિટલને જાણ કરવામાં આવે઼. આઈસોલેશન દરમિયાન પણ દર્દી ટ્રીપલ લેયર માસ્ક જરૂર થી પહેરી રાખવું જોઈએ અને 72 કલાકમાં તેને કાપીને ફેકી દેવું જોઈએ. મંત્રાલયે આપેલી ગાઈડલાઈન પ્રમાણે દર્દીએ હાથ પણ વારંવાર ધોવા જોઈએ અને શરીરમાં પાણીની અછત ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. નવી ગાઈડલાઈન પ્રમાણે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દર્દીએ સતત તબીબના સંપર્કમાં રહેવાનું અને પેનિક થવાની કોઈ જરૂર નથી સાથે જ ફેક મેસેજ થી સાવધાન રહેવા પણ કહ્યું છે. આ સીવાય જો નીચે જણાવેલા લક્ષણો દર્દીમાં જણાય તો તેણે તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે

Next Story