Connect Gujarat
દેશ

ટ્રેનમાં મુસાફરી માટે બાળકોની ટિકિટ બાબતે રેલ્વે વિભાગની સ્પષ્ટતા, વાંચો શું લેવાયો નિર્ણય

રેલ મંત્રાલયે 6 માર્ચ, 2020ના એક જારી સર્કુલર માં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો ફ્રી યાત્રા કરશે.

ટ્રેનમાં મુસાફરી માટે બાળકોની ટિકિટ બાબતે રેલ્વે વિભાગની સ્પષ્ટતા, વાંચો શું લેવાયો નિર્ણય
X

ટ્રેનમાં યાત્રા કરનારા બાળકો પાસેથી વયસ્ક ભાડું વસૂલવાના અહેવાલો વચ્ચે રેલવે એ સ્પષ્ટતા કરી છે. ભારતીય રેલવેએ આ સંબંધમાં નિવેદન જાહેર કરી જાણકારી આપી છે. ભારતીય રેલવેએ બુધવારે સ્પષ્ટ કર્યું કે ટ્રેનથી યાત્રા કરનાર બાળકો માટે ટિકિટ બુકિંગ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'એક થી ચાર વર્ષ સુધીના બાળકો પાસે હવે વયસ્ક ભાડું વસૂલવામાં આવશે' ત્યારબાદ રેલવેએ આ સંબંધમાં સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે.

રેલ મંત્રાલયે 6 માર્ચ, 2020ના એક જારી સર્કુલર માં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો ફ્રી યાત્રા કરશે. પરંતુ તે સ્થિતિમાં બાળકો માટે એક અલગ બર્થ કે સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. સર્કુલર માં તે પણ કહેવામાં આવ્યું કે જો યાત્રી પોતાના પાંચ વર્ષથી નાની ઉંમરના બાળક માટે અલગથી સીટ કે બર્થ ની જરૂર હોય તો, તેની પાસેથી વયસ્કો નું ભાડું લેવામાં આવશે. હાલમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવેએ ટ્રેનમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ટિકિટ બુકિંગ સંબંધી નિયમો બદલી દીધા છે.

Next Story