Connect Gujarat
દેશ

ડ્રગ્સ કેસને લઈ વિવાદમાં આવેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાઈ, ન મળ્યું એક્સટેન્શન

સમીર વાનખેડ સાથે જોડાયેલી મોટી ખબર મળી રહી છે. મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે NCBમાં વધારાનું એક્સટેન્શન નહિ મળે.

ડ્રગ્સ કેસને લઈ વિવાદમાં આવેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાઈ, ન મળ્યું એક્સટેન્શન
X

સમીર વાનખેડ સાથે જોડાયેલી મોટી ખબર મળી રહી છે. મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે NCBમાં વધારાનું એક્સટેન્શન નહિ મળે. તેમનું હાલનું એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021 પૂરું થઈ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે સમીર વાનખેડે એ IRS ઓફિસર છે જે મુંબઈના અનેક ચર્ચિત ડ્રગ્સ કેસોને લઈ ચર્ચામાં રહ્યા છે. તે સિવાય આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ તે સતત સમાચારોમાં રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેમના પર ગંભીર આરોપો કર્યા હતા.મુંબઈ ઝોન પાસેથી આર્યન ખાન સહિતના 6 કેસ પરત લઇ લેવામાં આવ્યા છે.તો આ સાથે જ સમીર વાનખેડેને આ કેસમાંથી હટાવીની સમગ્ર તપાસ સંજય સિંહને સોંપવામાં આવી હતી. મુંબઈ ઝોનના આ વિભાગના ડિરેક્ટર સમીર વાનખેડે જ અત્યાર સુધી હતા.

Next Story