Connect Gujarat
દેશ

દેશમાં કોરોના એક્ટિવ કેસ 264 દિવસમાં સૌથી ઓછા, 24 કલાકમાં 11,466 નવા કેસ, 460ના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં 11 હજાર 466 નવા મામલા જોવા મળ્યા

દેશમાં કોરોના એક્ટિવ કેસ 264 દિવસમાં સૌથી ઓછા, 24 કલાકમાં 11,466 નવા કેસ, 460ના મોત
X

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં 11 હજાર 466 નવા મામલા જોવા મળ્યા છે. ત્યારે આ સમયાવધિમાં 460 લોકોના મોત થયા છે. મંત્રાલય મુજબ ગત 1 દિવસમાં કોરોનામાંથી 11 હજાર 961 લોકો સાજા થઈ ઘરે પાછા ફર્યા છે. Mohfw ના જણાવ્યાનુસાર દેશમાં હાલમાં 1 લાખ 39 હજાર 683 એક્ટિવ કેસ છે.આંકડા અનુસાર 264 દિવસ બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે.આની સાથે અત્યાર સુધી 3 કરોડ 37 લાખ 87 હજાર 47 કોરોના સંક્રમિત ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 4 લાખ 61 હજાર 849 લોકોના મોત થઈ ચૂક્યા છે. મંત્રાલયે જણાવ્યુ કે નવા મામલા મળ્યા બાદ દેશમાં એક્ટિવ મામલામાં 955 કેસનો ઘટાડો નોંધાયો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના બે ડોઝની સંખ્યા મંગળવારે 109.59 કરોડને પાર થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યાનુસાર મંગળવારે કુલ સંખ્યા 1 અરબ 9 કરોડ 63 લાખ 59 હજાર 208 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 52 લાખ 69 હજાર 137 ડોઝ મંગળવારે અપાયા છે.

Next Story