Connect Gujarat
દેશ

દેશમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં મળ્યા 33, 750 નવા કેસ,નવા કેસની સરખામણીએ રિકવરી ઘણી ઓછી

કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ગત એક દિવસમાં ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે.

દેશમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં મળ્યા 33, 750 નવા કેસ,નવા કેસની સરખામણીએ રિકવરી ઘણી ઓછી
X

કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ગત એક દિવસમાં ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે કોરોનાના મામલા ઝડપથી વધતા જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે છે. એક દિવસમાં માત્ર 10, 846 લોકો જ રિકવર થયા છે. જ્યારે 123 લોકોના મોત થયા છે. નવા કેસોની સરખામણીએ રિકવરી બહું ઓછી હોવાના કારણે એક્ટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશમાં સક્રિય મામલાના આંકડામાં તેજી થી વધતા 1, 45, 582 થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ચાલતા 4, 81, 893 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં રાતની વાત એ છે કે કોરોનાના ચાલતા ડેથ રેટ ઓછો છે અને બહું વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નથી પડી રહી. આ ઉપરાંત એક્ટિવ કેસ અત્યાર સુધી દેશમાં મળેલા કુલ કેસની સરખામણીએ 0.42 ટકા છે. પરંતુ વીકલી પોઝિટિવિટી રેટ તેજીથી વધી રહ્યો છે. 1.68 ટકા અને ડેલી રેટ 3.84 ટકા થઈ ગયો છે. ગત અઠવાડિયામાં કોરોના સંક્રમણના મામલામાં 3 ગણા સુધી વધારો જોવા મળ્યો છે. જે સરકારો ઉપરાંત સામાન્ય લોકોની પણ ચિંતા વધારનારા છે. જો કે એક્સપર્ટ્સનું માનવું છે કે મોટા પાયા પર રસીકરણના ચાલતા હવે આવનારી ત્રીજી લહેર પહેલા જેટલી ઘાતક નહીં હોય.

Next Story