Connect Gujarat
દેશ

કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા ક્રોનની ભારતમાં પણ દસ્તક,જાણો નવા વેરીએંટ વિષે ..?

કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન કે જે ડેલ્ટા અને ઓમિક્રોન થી બનેલો છે, તેને હવે ભારતમાં પણ દસ્તક દઇ દીધી છે

કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા ક્રોનની ભારતમાં પણ દસ્તક,જાણો નવા વેરીએંટ વિષે ..?
X

કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન કે જે ડેલ્ટા અને ઓમિક્રોન થી બનેલો છે, તેને હવે ભારતમાં પણ દસ્તક દઇ દીધી છે અને તેના કેસ અનેક રાજ્યોમાં પણ જોવા મળી રહ્યાં છે.

ભારતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થતાં કોવિડ -19 ના એક નવા વેરિઅન્ટ દેશમાં દસ્તક દઇ દીધી છે અને તે પહેલાં કરતા વધુ સંક્રમિત હોવાનું મનાય છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટની આ વેરિઅન્ટ બનેલો છે કે જેને ડેલ્ટા ક્રોન નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલી ડેલ્ટા ક્રોન ભારતમાં પણ દસ્તક આપી ચુકી છે અને ઘણા રાજ્યોમાં તેના કેસ નોંધાયા છે, જેની તપાસ ચાલી રહી છે નિષ્ણાંતોના મતે, તે એક સુપર-મ્યુટેંટ વાયરસ છે કે જેનું વૈજ્ઞાનિક નામ BA.1 + B.1.617.2 છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે, ડેલ્ટા ક્રોન એ ડેલ્ટા અને ઓમિક્રોનનો બનેલો હાઇબ્રિડ સ્ટ્રેન છે કે જેને સૌ પહેલાં સાયપ્રસ સંશોધકો દ્વારા ગયા મહિને શોધવામાં આવ્યો હતો.

તે સમયે વૈજ્ઞાનિકોએ તેને લેબમાં થયેલી એક ટેકનિકલ ભૂલ ગણાવી હતી. પરંતુ હવે બ્રિટનમાં તેનાં કેસ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા ક્રોન એ કોરોના વાયરસનો એક હાઇબ્રિડ વેરિઅન્ટ છે કે જેમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ નો સમાવેશ થાય છે એક અહેવાલ અનુસાર, ભારતના કોવિડ જીનોમિક્સ કંસોર્સિયમ (INSACOG) અને GSAID એ સંકેત આપ્યો છે કે, દેશમાં 568 કેસો તપાસ હેઠળ છે. રિપોર્ટ અનુસાર, હોટસ્પોટ બનેલા કર્ણાટકમાં 221 કેસમાં ડેલ્ટા ક્રોન વેરિઅન્ટ ના સંકેત મળ્યાં છે. ત્યાર બાદ તમિલનાડુમાં 90, મહારાષ્ટ્રમાં 66, ગુજરાતમાં 33, પશ્ચિમ બંગાળમાં 32 અને તેલંગાણામાં 25 તો નવી દિલ્હીમાં 20 કેસ તપાસ હેઠળ છે.

Next Story