Connect Gujarat
દેશ

દિલ્હી : JNUમાં વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારી, 12 વિદ્યાર્થી ઘાયલ.

મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને હાલ નવી દિલ્હી ખાતે આવેલી એઇમાં સારવાર ચાલી રહી છે.

દિલ્હી : JNUમાં વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારી, 12 વિદ્યાર્થી ઘાયલ.
X

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વચ્ચે મારામારી થઈ હતી. જેમાં લગભગ 12 વિદ્યાર્થી ઘાયલ થયા છે, જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

મળતી વિગતો અનુસાર, મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને હાલ નવી દિલ્હી ખાતે આવેલી એઇમાં સારવાર ચાલી રહી છે. ઘટના અંગેની ફરિયાદ દિલ્હીમાં પોલીસમાં કરવામાં આવી છે. ઘટના લગભગ રવિવાર યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની ઓફિસમાં થઈ હતી. બન્ને પક્ષના સભ્યો એકબીજા પર હિંસા શરૂ કરવા અંગેના આરોપ લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, JNUમાં આ કોઈ પ્રથમ વખત હિંસા થઈ નથી. JNUમાં પહેલાં પણ ઘણા વિવાદ થયા છે. આ પહેલાં 6 જાન્યુઆરી 2020ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના વિદ્યાર્થીઓ લેફ્ટ સંગઠનોને મારામારી માટે જવાબદાર ઠેરવ્યા હતા. JNU માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ આવ્યા છે. આ તમામ ABVPના મેમ્બર્સ હતા. તેમણે લેફ્ટ સંગઠનો પર મારામારી કરવાનો આરોપ લગાવ્યા છે. વિદ્યાર્થીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, લડાઈ વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે, પીસ માર્ચના બહાના હેઠળ 700 લોકો એકત્રિત થયા હતા અને તેમણે જ સર્વર રૂમને નુકશાન પહોંચાડ્યું હતું, જેથી રજિસ્ટ્રેશનમાં વિલંબ થયું હતું.

Next Story