Connect Gujarat
દેશ

દિલ્હી : કોરોનાના કારણે શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ સહિત વર્ક ફ્રોમ હોમના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ...

દિલ્હીમાં વધતાં જતાં કોરોનાના કેસ સામે હવે શનિ-રવિ વિકેન્ડ કરફ્યુનું એલાન અને સાથે જ ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

દિલ્હી : કોરોનાના કારણે શનિ-રવિ વિકેન્ડ કરફ્યુ સહિત વર્ક ફ્રોમ હોમના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ...
X

દિલ્હીમાં વધતાં જતાં કોરોનાના કેસ સામે હવે શનિ-રવિ વિકેન્ડ કરફ્યુનું એલાન અને સાથે જ ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 8થી 10 દિવસમાં 11 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાય ચૂક્યા છે. દિલ્હીમાં સરકારી કર્મચારીઓમાં જરૂરી સેવાઓ સિવાયની તમામને ઘરેથી કામ કરવાનું રહેશે. ઓફિસો બંધ રહેશે, જ્યારે પ્રાઇવેટ કંપનીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કામ લેવામાં આવશે. DDMAની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. જેની કારણે સરકારની ચિંતાઓ વધી છે. એક પછી એક નિયંત્રણ લગાવવામાં આવી રહયા છે. કોરોના સંક્રમણ દેશમાં તેજ સ્પીડની સાથે સતત ફેલાય રહ્યો છે. આ બાદ એ સવાલ થઈ રહ્યો છે કે, શું કોરોનાની ત્રીજી લહેર હવે દેશમાં આવી ચૂકી છે.! ગત 24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે, જ્યારે 124 લોકોના જીવ ગયા છે. આ બાદ દેશમાં કુલ કોવિડના મામલા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે. તો કોરોનામાં મરનારની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ છે.

Next Story