Connect Gujarat
દેશ

ઈકબાલ કાસકરની EDએ કરી ધરપકડ,D-કંપની સામે મોટા એક્શનની તૈયારી

દાઉદની D-કંપની સામે મોટું એકશન લેવામાં આવ્યું છે. જેમાં તેના મોટા ઈકબાલ કાસકર EDએ ધરપકડ કરી છે.

ઈકબાલ કાસકરની EDએ કરી ધરપકડ,D-કંપની સામે મોટા એક્શનની તૈયારી
X

દાઉદની D-કંપની સામે મોટું એકશન લેવામાં આવ્યું છે. જેમાં તેના મોટા ઈકબાલ કાસકર EDએ ધરપકડ કરી છે. ઠાણે કોર્ટમાં તેની ધરપકડ કરવા અરજી કરવામાં આવી હતી અને કોર્ટે ઈડીને મંજૂરી આપ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. દાઉદની ડી કંપની પર હવે ઈડી દ્વારા મોટું એકશન લેવામાં આવશે. ઈડી દ્વારા તેના મોટા ભાઈ ઈકબાલ કાસકર ની ધરપકડ કરી લેવામાં આવી છે. થાણેની કોર્ટમાં અગાઉ ઈડી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટ પાસેથી તેના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડી માગવામાં આવી હતી.આ ધરપકડ પાછળ ઈડીનું કહેવું એમ હતું કે આવું કરવાથી દાઉદ અને તેના સહયોગી સામે ચાલી રહેલા કેસની તપાસ થઈ શકે. જેથી તે અરજીને ઠાણે કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવી અને ઈડી દ્વારા દાઉદના મોટા ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ઠાણે જેલ પાસેથી દાઉદના મોટાભાઈ કાસકરની કસ્ટડી લઈ લેવામાં આવી છે.

હવે તેને મુંબઈની PMLA કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. જ્યા ઈડી અધિકારી દ્વારા તેના કસ્ટોડિયલ રિમાન્ડની માગ કરવામાં આવશે. કાસકરની સાંમે 2017માં 3 કેસો દાખલ થયા હતા. જેથી તે જેલમાં છે. તેની સામે દાઉદ સાથે મળીને ડી કંપની ચલાવાના આરોપ પણ લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે કાસકર મુંબઈમાં ડી કંપનીના ગેરકાયદેસર ધંધાઓને સંભાળી રહ્યો છે. તેવી માહિતી પણ સામે આવી છે. થોડાક દિવસો પહેલા એવી માહિતી સામે આવી હતી કે દાઉદની ડી કંપની હજુ ભારતમાં એક્ટિવ છે. એવી પણ માહિતી સામે આવી છે કે દાઉદ તેના સાથી છોડા શકીલ અને અનીસ ઈબ્રાહિમ સાથે કરાચીમાં છુપાયેલો છે અને મુંબઈમાં તે ગેરકાયદેસર ધંધાઓ ચલાવી રહ્યો છે.

Next Story