Connect Gujarat
દેશ

મનસુખ માંડવિયાની સાદગી જોઈ હર કોઈ આશ્ચર્યચકિત..!

મનસુખ માંડવિયા એક એવા નેતા હોવાનું કહેવાય છે જે ખૂબ જ સાદગી પસંદ કરે છે.

મનસુખ માંડવિયાની સાદગી જોઈ હર કોઈ આશ્ચર્યચકિત..!
X

મનસુખ માંડવિયા એક એવા નેતા હોવાનું કહેવાય છે જે ખૂબ જ સાદગી પસંદ કરે છે. મફલર પહેરેલા અને સામાન્ય માણસની જેમ માસ્ક પહેરેલા માંડવિયાને જોઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ-2022 રજૂ કર્યું. બીજા દિવસે બુધવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સંસદની કાર્યવાહીમાં હાજરી આપવા માટે અલગ રીતે ગૃહ પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સંસદ પરિસરમાં સાઇકલ ચલાવતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે નેતાઓ વિશે એવું માનવામાં આવે છે કે તેઓ મોંઘા અને લક્ઝરી વાહનોના શોખીન છે

અને તેઓ મોંઘા વાહનોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે પરંતુ મનસુખ માંડવિયા એક એવા નેતા હોવાનું કહેવાય છે જે ખૂબ જ સાદગી પસંદ કરે છે. મફલર પહેરેલા અને સામાન્ય માણસની જેમ માસ્ક પહેરેલા માંડવિયાને જોઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.આની પહેલા પણ અનેક વખત મનસુખ માંડવીયા સાઇકલ ચલાવી સંસદ ભવન પોહ્ચ્યા હતા .

Next Story