Connect Gujarat
દેશ

જમશેદપુરમાં ટાટા સ્ટીલ ફેક્ટરીના કોક પ્લાન્ટમાં ભીષણ આગ કાબૂમાં, 2 કામદારો ઘાયલ

ટાટા સ્ટીલના જણાવ્યા અનુસાર જમશેદપુરના કોક પ્લાન્ટમાં આગ બેટરીમાં વિસ્ફોટના કારણે લાગી હતી.

જમશેદપુરમાં ટાટા સ્ટીલ ફેક્ટરીના કોક પ્લાન્ટમાં ભીષણ આગ કાબૂમાં, 2 કામદારો ઘાયલ
X

ટાટા સ્ટીલના જણાવ્યા અનુસાર જમશેદપુરના કોક પ્લાન્ટમાં આગ બેટરીમાં વિસ્ફોટના કારણે લાગી હતી. ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે અને એક કર્મચારીએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી છે.

જમશેદપુરની ટાટા સ્ટીલ ફેક્ટરીમાં કોક પ્લાન્ટમાં બેટરીમાં કથિત બ્લાસ્ટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માતને કારણે, 2 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ, અને એક કર્મચારીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી તેમ કંપનીએ માહિતી આપી.પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના થયા છે. આગ હાલમાં કાબૂમાં છે, કંપનીએ ઉમેર્યું હતું કે, "કારણનું મૂલ્યાંકન કરવા માટે તપાસ ચાલી રહી છે.

Next Story