Connect Gujarat
દેશ

દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો, પાકિસ્તાનમાં લેન્ડિંગ કરીને 100 મુસાફરોના જીવ બચાવ્યા

કતાર એરવેઝની QR579 ફ્લાઈટે દિલ્હીથી દોહા માટે ટેકઓફ કર્યું હતું. આ દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.

દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો, પાકિસ્તાનમાં લેન્ડિંગ કરીને 100 મુસાફરોના જીવ બચાવ્યા
X

કતાર એરવેઝની QR579 ફ્લાઈટે દિલ્હીથી દોહા માટે ટેકઓફ કર્યું હતું. આ દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.

આ પછી ફ્લાઈટને પાકિસ્તાન તરફ વાળવામાં આવી હતી અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. દિલ્હીથી દોહા જઈ રહેલી કતાર એરવેઝની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો જે બાદ તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવામાં આવી. આ પ્લેનમાં 100 પેસેન્જર્સ હતા. ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને લેન્ડ કરીને તમામ યાત્રીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.

Next Story
Share it