પાકિસ્તાનના બાજૌરમાં લશ્કર-એ-તૌયબાના ભૂતપૂર્વ નેતા અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજાણ્યા હુમલાખોરો દ્ધારા ગોળી મારીને કરાઇ હત્યા

New Update

પાકિસ્તાનના બાજૌરમાં ગુરુવારે લશ્કર-એ-તૌયબા (LeT)ના ભૂતપૂર્વ નેતા અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજાણ્યા હુમલાખોરો દ્ધારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી અકરમ ગાઝીએ 2018 થી 2020 દરમિયાન લશ્કરની ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંત તે પાકિસ્તાનમાં તેમના ભારત વિરોધી ભાષણો માટે જાણીતો હતો.

તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. તે આતંકવાદીઓની ભરતી માટે જવાબદાર હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘૂસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી. ગાઝીની હત્યા પાછળ સ્થાનિક હરીફો અને લશ્કરમાં આંતરિક સંઘર્ષ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાની એજન્સીઓ ગાઝીની હત્યાની તપાસ કરી રહી છે.

છેલ્લા બે વર્ષમાં અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીએ કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવામાં યુવાનોના કેટલાય જૂથોને મદદ કરી હતી. આ સિવાય તે ઘણા આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવા માટે જવાબદાર હતો. અગાઉ પાંચ નવેમ્બરના રોજ 2018ના સુંજવાન આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડમાંના એક ખ્વાજા શાહિદનું જમ્મુ અને કાશ્મીરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક તેનું માથું કપાયેલુ મળી આવ્યું હતું

પાકિસ્તાની એજન્સીઓ લશ્કર-એ-તૌયબાના કમાન્ડર અકરમ ગાઝીના મોત પાછળનું કારણ શોધી રહી છે. તેણે આ માટે કદાચ બે કારણો જવાબદાર ગણાવ્યા છે. પ્રથમ વિવિધ આતંકવાદી જૂથો સહિત સ્થાનિક હરીફો સાથે દુશ્મનાવટ અને બીજું તેના પોતાના સંગઠનમાં ચાલી રહેલી આંતરિક લડાઈ. આ અંગે એક સૂત્રએ જણાવ્યું કે ગાઝી લશ્કરના સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. તે ભારત વિરુદ્ધ નફરતભર્યા ભાષણો આપવા માટે જાણીતા હતા.

Latest Stories