Connect Gujarat
દેશ

1 જુલાઈથી વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર,વાંચો કેન્દ્ર સરકાર શું કરી રહી છે ફેરફાર

કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે સારા સમાચાર છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી તેમને રાહત મળવાની આશા છે.

1 જુલાઈથી વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર,વાંચો કેન્દ્ર સરકાર શું કરી રહી છે ફેરફાર
X

કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે સારા સમાચાર છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી તેમને રાહત મળવાની આશા છે. સરકાર 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યાનુસાર 1 જુલાઈથી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થશે તો તે 34 ટકાથી વધીને 38 ટકા થઈ જશે. માર્ચમાં એઆઈસીપીઆઈ ઈન્ડેક્સમાં 1 પોઈન્ટનો વધારો થયો હતો. તે 126 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. સાથે જ સરકારે માર્ચમાં જ ડીએમાં વધારો કર્યો હતો. જો કે એપ્રિલ, મે અને જૂન 2022 માટે એઆઇસીપીઆઈના આંકડા આવવાના બાકી છે. જો તે માર્ચના સ્તરથી ઉપર રહે છે, તો સરકાર ડીએમાં વધારો કરી શકે છે.

સતત વધી રહેલી મોંઘવારીની વચ્ચે સરકાર જલ્દી જ કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (એઆઇસીપીઆઇ) અનુસાર, સરકાર ડીએમાં પૂરા 4 ટકાનો વધારો કરી શકે છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 7.79% ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન મોંઘવારીનો દર 8.38 ટકા રહ્યો હતો. ફુગાવાનો આ દર છેલ્લા 8 વર્ષના ઉચ્ચ સ્તરે છે. એક અંદાજ મુજબ જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા હોય તો 34 ટકાના દરે તેનું મોંઘવારી ભથ્થું 6,120 રૂપિયા થઈ જાય છે. હવે જો તે 38 ટકા હશે તો કર્મચારીને 6,840 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળશે. આ રીતે તેમને વાર્ષિક પગાર 8,640 રૂપિયા વધુ મળશે. 7માં પગાર પંચ હેઠળ કર્મચારીઓનો મિનિમમ બેઝિક સેલરી 18,000 રૂપિયા છે.

Next Story