Connect Gujarat
દેશ

નેહરુના દેશમાં અડધા સાંસદો બળાત્કારી અને હત્યારા સિંગાપુર ના પીએમના નિવેદનથી હોબાળો

સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગના અડધા ભારતીય સાંસદો બળાત્કારી અને હત્યારા કહેવા પર ભારતમાં હોબાળો મચી ગયો છે.

નેહરુના દેશમાં અડધા સાંસદો બળાત્કારી અને હત્યારા સિંગાપુર ના પીએમના નિવેદનથી હોબાળો
X

સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગના અડધા ભારતીય સાંસદો બળાત્કારી અને હત્યારા કહેવા પર ભારતમાં હોબાળો મચી ગયો છે. પીએમ લી સીનના આ પ્રકારના નિવેદન પર ભારતે સિંગાપુરના હાઈકમાન્ડ સામે સખ્ત નારાજગી વર્તાવી છે. સિંગાપુરના પીએમે સંસદમાં આપેલા પોતાના ભાષણમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને ઉત્કૃષ્ટ ક્ષમતાવાળા અસાધારણ વ્યક્તિ ગણાવ્યા હતા. તો આવો જાણીએ સિંગાપુરના પીએમે પોતાના ભાષણમાં એવું શું કહ્યું જેને લઈને હોબાળો મચી ગયો છે.

સિંગાપુરના પ્રધાનમંત્રીએ દેશમાં લોકતંત્રને કેવી રીતે કામ કરવું તેના વિષય પર સંસદમાં એક ચર્ચા દરમિયાન ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કર્યો હતો. લીએ મંગળવારે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, મોટા ભાગના દેશ ઉચ્ચ આદર્શો અને મહાન મૂલ્યોના આધાર પર સ્થાપિત થાય છે અને પોતાના યાત્રા શરૂ કરે છે. જો કે, મોટા ભાગના સંસ્થાપક નેતાઓ અને અગ્રણી પેઢી તેનાથી ઈતર, દશકો અને પેઢીઓમાં ધીમે ધીમે વસ્તુઓ બદલાઈ છે. તેમણે કહ્યું કે, આજે મોટા ભાગની રાજકીય વ્યવસ્થાઓને તેમના સંસ્થાપક નેતાઓ ઓળખી પણ નહીં શકે.લી સીને કહ્યું, સ્વતંત્રતા માટે લડવા અને જીતનારા નેતા મોટા ભાગે જબરદસ્ત સાહસ, મહાન સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ ક્ષમતાવાળા અસાધારણ વ્યક્તિ હોય છે. તે મુશ્કેલીઓ હટીને જનતા તથા રાષ્ટ્રના નેતાઓ તરીકે ઉભરે છે. ડેવિડ બેન ગુરિયન, જવાહર લાલ નહેરુ એવા જ નેતા હતા.

આ ભાષણ દદરમિયાન તેમણે ભારતીય સાંસદોમાં ગુનાહિત મુદ્દાને પણ ટાર્ગેટ કર્યો હતો. લીએ કહ્યું કે, જવાહર લાલ નહેરુનું ભારત એવું બની ગયું છે, જ્યાં મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં લગભગ અડધા સાંસદો વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના આરોપ લાગેલા છે. જો કે, એવું પણ કહેવાય છે કે, તેમાંથી કેટલાય આરોપો રાજનીતિ પ્રેરિત છે. લીના આ પ્રકારના નિવેદનને લઈને ભારતના વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો છે. કહેવાય છે કે, વિદેશ મંત્રાલયે આ મુદ્દા પર સિંગાપુર હાઈકમાન્ડ સમક્ષ ઉઠાવ્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, સિંગાપુરના પ્રધાનમંત્રીની આ ટિપ્પણી બિન જરૂરી હતી. અમે આ વિષયને સિંગાપુર પક્ષની સામે ઉઠાવી રહ્યા છીએ. તો વળી સોશિયલ મીડિયામાં પણ મોટી સંખ્યાામં સિંગાપુરના પીએમના નિવેદન પર કમેન્ટ થઈ રહી છે. કોંગ્રેસ નેતાએ આ ભાષણને શેર કર્યું છે

Next Story