Connect Gujarat
દેશ

હાલમાં લોકસભા ચૂંટણી થાય તો NDAને પૂર્ણ બહુમતી,વાંચો લોકો કોને માને છે પી.એમ.મોદીના ઉત્તરાધિકારી

ઈન્ડીયા ટૂડે અને સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાનું જણાવાયું છે.

હાલમાં લોકસભા ચૂંટણી થાય તો NDAને પૂર્ણ બહુમતી,વાંચો લોકો કોને માને છે પી.એમ.મોદીના ઉત્તરાધિકારી
X

ઈન્ડીયા ટૂડે અને સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાનું જણાવાયું છે. સર્વેમાં ભાજપને સૌથી વધારે 296 બેઠક મળવાનું અનુમાન છે. ભાજપને સૌથી વધારે વોટ શેર મળવાનું પણ જણાવાયું છે. મૂડ ઓફ ધ નેશન સર્વેમાં કોંગ્રેસની આગેવાનીવાળા UPA મોરચાને 127 અને બીજા પક્ષોને 120 બેઠક મળવાની ધારણા કરાઈ છે. UPAને 26.7 ટકા વોટ શેર મળવાનું જણાવાયું છે.સર્વેમાં પીએમ મોદીના કામથી લોકો ગદગદિત બન્યાં છે. સર્વેમાં 35 ટકા લોકોએ પીએમ મોદીના કામકાજને વખાણ્યું. તો 28 ટકા લોકોએ મોદી સરકારના કામકાજને યોગ્ય ન ગણાવ્યું. 12 ટકાએ લોકોએ પીએમના કામકાજને ખરાબ ગણાવ્યું. સર્વેમાં સામેલ 24 ટકા લોકોએ પ્રધાનમંત્રી તરીકે અમિત શાહને યોગ્ય ગણ્યાં છે તો 23 ટકા લોકોએ પીએમ તરીકે સીએમ યોગી આદિત્યનાથની પસંદગી કરી છે. 11 ટકા લોકોએ કહ્યું કે તેઓ નીતિન ગડકરીને પીએમ જોવા માગે છે.

Next Story