શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ, વિદ્યાસહાયક માટે મેરીટની તારીખ થઈ જાહેર

ધોરણ 1-5 માં 17 મે ફાઇનલ મેરીટ આવશે જ્યારે 22 મે જિલ્લા પસંદગી શરૂ થશે. ધોરણ 6-8માં 30 જૂન ફાઇનલ મેરીટ આવશે.શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે.

New Update
gujarat 11

ધોરણ 1-5 માં 17 મે ફાઇનલ મેરીટ આવશે જ્યારે 22 મે જિલ્લા પસંદગી શરૂ થશે. ધોરણ 6-8માં 30 જૂન ફાઇનલ મેરીટ આવશે

શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. વિદ્યાસહાયક માટે મેરીટની તારીખ જાહેર કરવામાં આવી છે તેમજ જિલ્લા પસંદગી માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ધોરણ 6-8 માં 30 જૂન ફાઇનલ મેરીટ આવશે જિલ્લા પસંદગી 5 જૂન થશે.ધોરણ 1-5 માં 17 મે ફાઇનલ મેરીટ આવશે જ્યારે 22 મે જિલ્લા પસંદગી શરૂ થશે. ધોરણ 6-8માં ૩૦ જૂન ફાઇનલ મેરીટ આવશે જિલ્લા પસંદગી 5 જૂન થશે. અત્રે જણાવીએ કે, ખાસ દિવ્યાંગ ભરતીમાં 5 મે મેરીટ આવશે અને 10 મેથી જિલ્લા પસંદગી થશે.

અગાઉ રાજ્યમાં જૂના શિક્ષકોની 4 હજાર જગ્યા માટે શાળા ફાળવણી કરવામાં આવી હતી. જૂના શિક્ષકોને શાળા ફાળવણી કરવામાં આવી છે. 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી

Read the Next Article

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વાની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા, 4 ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી. અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં

New Update
PAKISTAN

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી.

અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારના ઓછામાં ઓછા 18 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે. બચાવ કામગીરી અધિકારીઓએ આ માહિતી આપી હતી.

'રેસ્ક્યૂ-1122' ના ડિરેક્ટર જનરલ શાહ ફહાદને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "પાંચ અલગ અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે અને 'રેસ્ક્યૂ 1122' ના 80 કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ છે." પ્રારંભિક માહિતી અનુસાર, આ પરિવાર પ્રવાસીઓના એક જૂથનો ભાગ હતો જે આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા હતા અને ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી જતાં નદીમાં ફસાઈ ગયા હતા. સ્વાત નદી અહીં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તરીય ક્ષેત્રમાં વહે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટા પાયે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે.