એક તરફ વિપક્ષ કેન્દ્ર સરકાર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવીને પ્રહારો કરી રહ્યો છે તો બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓ પણ એક્શનમાં છે. દિલ્હીમાં સીબીઆઈની કાર્યવાહી બાદ હવે આવકવેરા વિભાગ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં એક્શન મોડમાં છે. આવકવેરા વિભાગે 7 રાજ્યોમાં દરોડા પાડ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડો રાજકીય ફંડિંગ માટે કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. યુપીમાં સમાજવાદી ક્રાંતિકારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલ રાયના ઘરે આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. તેમનું નિવાસસ્થાન હુસૈનગંજના ચિત્વાપુર વિસ્તારમાં છે.
રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના 53 સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. રાજેન્દ્ર યાદવને શિક્ષણ સાથે જોડાયેલા ઘણા બિઝનેસ છે. તેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મંત્રી છે. આ સિવાય આવકવેરા વિભાગે છત્તીસગઢમાં ઘણા વેપારીઓના ઘર પર દરોડા પાડ્યા છે. રાયપુરમાં દારૂના વેપારી અમોલક સિંહ ભાટિયાના ઘરે ITના દરોડા ચાલુ છે.