જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બોટનિકલ ગાર્ડન પાસે આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં એક ટેમ્પો ચાલકનું મોત થયું છે. ઘટનાની જાણકારી થતા જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારની સીલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે જ્યારે ટેમ્પો ચાલકે વાહનનો પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ સ્થળ પરથી કોઈ વિસ્ફોટક અવશેષો મળ્યા નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી આ દુર્ઘટના બની રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ આતંકવાદી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ વિસ્ફોટની જવાબદારી લીધી છે.