Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : જમ્મુમાં CISFની બસ પર આતંકી હુમલો, PM મોદીના પ્રવાસ પહેલા 3 જગ્યાએ હુમલા

જમ્મુ કાશ્મીરના જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના 2 દિવસ પહેલા જ આતંકી હુમલાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું

જમ્મુ કાશ્મીર : જમ્મુમાં CISFની બસ પર આતંકી હુમલો, PM મોદીના પ્રવાસ પહેલા 3 જગ્યાએ હુમલા
X

જમ્મુ કાશ્મીરના જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના 2 દિવસ પહેલા જ આતંકી હુમલાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુમાં સુંજવાં અને ચડ્ઢા આર્મી કેમ્પ નજીક સિક્યોરિટી ફોર્સ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરુ થયું હતું, જેમાં 2 આતંકીઓ ઠાર થયા છે. જોકે, CISFના એક ASI આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે, જ્યારે 5 જવાન ઘાયલ થયા છે. સાથે જ બઠિંડીમાં પણ આતંકી હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુના ADGP મુકેશ સિંહે જણાવ્યુ હતું કે, આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં ગોળાબારુદ મળી આવ્યા છે, જેના પરથી લાગે છે કે, આ ફિદાયીન હુમલો હતો. તેઓ PM નરેન્દ્ર મોદીની યાત્રા પહેલા અનેક મોટા હુમલાઓ કરવાના પ્રયાસમાં હતા. જમ્મુના સુંજવાના જલાલાબાદમાં એન્કાઉન્ટર પૂરું થયું છે. આતંકવાદીઓના શબને જપ્ત કરવામાં આવ્યા છે. સુંજવા કેમ્પની પાસે સવારે લગભગ 4.15 વાગ્યે સુરક્ષાદળો તેમને અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હોવાથી પહોંચ્યા હતા. એમાં 2 આતંકીને ઠાર કરવામાં આવ્યા અને એક જવાન શહીદ થયો છે. ચઢ્ઢા આર્મી કેમ્પની પાસે આતંકવાદીઓએ 4.15 વાગ્યે CISFની બસ પર હુમલો કર્યો હતો. હુમલો એ સમયે થયો હતો, જ્યારે જવાનોને લઈને બસ ડ્યૂટી પર જઈ રહી હતી. જવાબી ફાયરિંગ પછી આતંકીઓ ભાગ ગયા હતા, ત્યારે હાલ તો સર્ચ-ઓપરેશન ચાલુ છે. તો બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ગુરુવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં 4 આતંકી ઠાર થયા છે. ગુરુવારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબા(LeT)ના ટોપ કમાન્ડર યુસુફ કંતરુ સહિત 3 આતંકીને ઠાર કર્યા હતા.

Next Story