Connect Gujarat
દેશ

મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ નોંધાવી ફરિયાદ..!

X

મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ

મકાન પચાવી પાડવાના ગુન્હામાં નોંધાઈ છે ફરિયાદ

જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી

હાલ સમગ્ર દેશમાં ગુજરાતનાં મહાઠગ કિરણ પટેલની ચર્ચા થઇ રહી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઇ છે. જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ કિરણ પટેલે બંગલાના રીનોવેશન માટે રૂ. 35 લાખ લઈને રિનોવેશન દરમિયાન બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે.

મહાઠગ કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતુ. જેના આધારે ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી છે. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો છે. કિરણ પટેલ ગત વર્ષે જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઇને પીએમઓના અધિકારીના નામે કેટલાંક વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી. જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. તેણે ઉત્તરાખંડમાં ઝેડ પ્લસ કે, અન્ય કોઇ સુરક્ષા લીધી નહોતી, ત્યારે બીજી તરફ, આજે ગુરૂવારે કિરણ પટેલની જામીન અરજી પર શ્રીનગર કોર્ટ ચુકાદો આપી શકે છે.

Next Story