Connect Gujarat
દેશ

નોકરીના કલાકો વધશે ! વાંચો મોદી સરકાર કયો નિર્ણય લેવાની તૈયારીમાં

નોકરીના કલાકો વધશે ! વાંચો મોદી સરકાર કયો નિર્ણય લેવાની તૈયારીમાં
X

મોદી સરકાર એક ઓક્ટોબરથી શ્રમ કાયદાના નિયમમાં ફેરફારની તૈયારીમાં છે. જો આ નિયમ લાગૂ થાય છે તો એક ઓક્ટોબરથી તમારો ઓફિસ ટાઈમ વધી શકે છે. નવા શ્રમ કાયદામાં 12 કલાક કામ કરવાની વાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ઈન હેન્ડ સેલરી પર પણ કાયદાની અસર પડશે. જાણો નવો નિયમ શું અસર પાડી શકે છે. સરકારના નવા લેબર કોડમાં નિયમોને 1 એપ્રિલ 2021થી લાગૂ કરવા ઈચ્છતી હતી. પરંતુ રાજ્યની તૈયારી ન હોવા અને કંપનીઓને એચઆર પોલીસી બદલવા માટે વધારે સમય આપવાના કારણે તેને ટાળી દેવામાં આવી. લેબર મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર સરકાર લેબર કોડના નિયમોને 1 જુલાઈથી નોટિફાઈ કરાવવા ઈચ્છતા હતા પરંતુ રાજ્યોએ આ નિયમોને લાગૂ કરવા માટે વધારે સમય માંગ્યો જેના કારણે આને 1 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવી.

હવે લેબર મિનિસ્ટ્રી અને મોદી સરકાર લેબર કોડના નિયમોને 1 ઓક્ટોબર સુધી નોટિફાઈ કરવા માંગે છે. સંસદે ઓગસ્ટ 2019ના 3 લેબર કોડ ઈન્ડસ્ટ્રિયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન અને સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ નિયમ સપ્ટેમ્બર 2020એ પાસ થઈ ગયા હતા. નવા ડ્રાફ્ટ કાયદામાં કામકાજના મહત્તમ કલાકને વધારીને 12 કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે.

જો કે લેબર યૂનિયન 12 કલાકની નોકરી કરવાનો વિરોધ કરી રહ્યું છે. કોર્ડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટની વચ્ચે વધારે કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ છે. હાલના નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ યોગ્ય નથી માનવામાં આવતો. ડ્રાફ્ટ નિયમોમાં કોઈ પણ કર્મચારીથી 5 કલાકથી વધારે સતત કામ કરવાની મનાઈ છે. કર્મચારીઓએ દર 5 કલાક બાદ અડધા કલાકનો રેસ્ટ આપવાનો રહેશે.

Next Story