Connect Gujarat
દેશ

કાનપુરમાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત, ટાટમિલ ચાર રસ્તા પર બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને લીધા અડફેટે, 6 લોકોના મોત

કાનપુરમાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત, ટાટમિલ ચાર રસ્તા પર બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને લીધા અડફેટે, 6 લોકોના મોત
X

કાનપુરમાં રવિવારે મોડી રાત્રે એક ભારે અકસ્માત થયો હતો. કાનપુરમા ટાટમિલ ચાર રસ્તા પર એક બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 9 સ્થિતિ નાજુક છે. આ ચાર રસ્તા પર ટ્રાફિક બૂથ સાથે અથડાયા બાદ બસ ડમ્પર સાથે અથડાઈ હતી. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ 2 કાર, 10 બાઇક અને સ્કૂટી, 2 ઇ-રિક્ષા અને 3 ટેમ્પો સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થતા જોઈને ડ્રાઈવર નાશી ગયો હતો.

બસે ટક્કર મારતા બંન્ને કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેટલાક રાહદારીઓ પણ બસના ટાયર નીચે આવી ગયા હતા. પોલીસે તરત જ રસ્તા પર બેરિકેડ લગાવીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રસ્તાની વચ્ચે રહેલા વાહનોને હટાવવામાં આવ્યા હતા. બસની ટક્કર બાદ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તૂટી ગયા હતા. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા લોકોએ ઘાયલોને મદદ કરી હતી.

Next Story