Connect Gujarat
દેશ

રેસ્ક્યૂ કરવા ગયેલ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ખુદ પૂરમાં ફસાયા: એરફોર્સે કર્યા એરલિફ્ટ

રેસ્ક્યૂ કરવા ગયેલ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ખુદ પૂરમાં ફસાયા: એરફોર્સે કર્યા એરલિફ્ટ
X

મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નહી પાર કરી NDRF અને SDRFની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે કોટરા ગામ પહોંચ્યા તો તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને એરફોર્સના હેલિકોપ્ટર મારફતે પૂરની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે, મિશ્રા બુધવારે દાતીયા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સવારે 10.30 વાગ્યે દતિયાના કોટરા ગામમાં એક મકાનની છત પર લોકો ફસાયા હોવાની માહિતી મળતાં ગૃહમંત્રી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ સાથે હોડી દ્વારા તેમને બચાવવા પહોંચ્યા હતા.

બચાવ દરમિયાન, એક વૃક્ષ અચાનક બોટ પર પડ્યું, જેના કારણે તેમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ અને તે ત્યાં જ અટવાઈ ગઈ. આ પછી, મિશ્રાએ સંબંધિત અધિકારીને સંદેશ મોકલ્યો, જેના આધારે તેમને અને પૂર પીડિતોને મદદ કરવા માટે એરફોર્સ હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, "એર ફોર્સ હેલિકોપ્ટર આવ્યા ત્યારે મિશ્રાએ સૌપ્રથમ નવ લોકોને બહાર કાઢ્યા હતા અને તે પછી તેઓ પોતે પણ કોટરામાં પાણીથી ઘેરાયેલા ઘરની છત પરથી હેલિકોપ્ટરમાં સલામત રીતે ચડ્યા હતા." કોટરા ગામ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું હતું. લગભગ એક માળ સુધી ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકો છત પર હતા.

Next Story