Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : પુણેના બારામતીમાં ટ્રેઈની પ્લેન થયું ક્રેશ, 2 પાઈલટ ઈજાગ્રસ્ત...

મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું છે. જેમાં બે પાયલોટ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર : પુણેના બારામતીમાં ટ્રેઈની પ્લેન થયું ક્રેશ, 2 પાઈલટ ઈજાગ્રસ્ત...
X

મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું છે. જેમાં બે પાયલોટ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હતી. તાલીમાર્થી વિમાન ખાનગી કંપનીનું હતું. મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું છે. જેમાં બે પાયલોટ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હતી. તાલીમાર્થી વિમાન ખાનગી કંપનીનું હતું. મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સવારે એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતું. વિમાન ગોજુબાવી ગામ પાસે પડ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે વિમાન ટ્રેનિંગ માટે લઈ જવામાં આવ્યું હતું. ઘટના બાદ જોરદાર અવાજ સાંભળીને નજીકના ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા. તે લોકોને કંઈ સમજાયું નહીં. બાદમાં લોકોએ સળગતું વિમાન જોયું. વિમાનના દુર્ઘટનાના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાઈ ગયા હતા. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. માહિતી મળતા જ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન એક સ્થાનિક ખાનગી ટ્રેનિંગ કંપનીનું હતું. ઘટના સમયે વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. આ વિમાનનું સંચાલન એક તાલીમાર્થી મહિલા પાઇલટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. મહિલા પાયલોટની ઉંમર 22 વર્ષ છે. તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિમાનમાં સવાર અન્ય બે લોકો સુરક્ષિત છે. હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story