પશ્ચિમ બંગાળની હાઇપ્રોફાઇલ સીટ ભવાનીપુરથી મમતા બેનર્જીની રેકોર્ડ બ્રેક જીત
બીજેપી ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે મમતા બેનર્જીને જીતની શુભકામનાઓ આપી
BY Connect Gujarat3 Oct 2021 10:25 AM GMT

X
Connect Gujarat3 Oct 2021 10:25 AM GMT
પશ્ચિમ બંગાળની હાઇપ્રોફાઇલ સીટ ભવાનીપુરથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાનદાર જીત નોંધાવી છે. મમતા બેનર્જીએ આ પેટાચૂંટણીમાં પોતાની નજીકની પ્રતિદ્વંદી બીજેપીની પ્રિયંકા ટિબરેવાલને 58,000 મતોથી મ્હાત આપી છે. બીજેપી ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારી લીધી છે અને તેમણે મમતા બેનર્જીને જીતની શુભકામનાઓ આપી છે.
બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 58,389 મતોથી જીત નોંધાવી છે. ભવાનીપુરથી બીજેપીની ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 વોટ મળ્યા છે. મમતાએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે કારણ કે તેમણે ભવાનીપુરમાં પોતાની અગાઉની જીતની તુલનામાં આ વખતે વધુ મત મેળવ્યા છે. તેમણે 2011ની પેટાચૂંટણીમાં 52,213 વોટથી અને 2016માં 25,301 વોટથી જીત પ્રાપ્ત કરી હતી.
Next Story