Connect Gujarat
દેશ

નિરંજનાબેન રાષ્ટ્રપતિના હસ્તે અપાયું પુરસ્કાર, આદિવાસી દીકરીઓ માટે કર્યું ઉત્કૃષ્ટ કામ

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે ગુજરાતના નિરંજના બેન કલાર્થી ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વર્ષ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

નિરંજનાબેન રાષ્ટ્રપતિના હસ્તે અપાયું પુરસ્કાર, આદિવાસી દીકરીઓ માટે કર્યું ઉત્કૃષ્ટ કામ
X

'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 8મી માર્ચ 2022 ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે ગુજરાતના નિરંજના બેન કલાર્થી ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વર્ષ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, નિરંજનાબેન આદિવાસી ની દીકરીઓએ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જેના સંદર્ભમાં આ પુરસ્કાર તેમને એનાયત કરાયો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ સમારોહમાં 'નારી શક્તિ પુરસ્કાર' - 2020 અને 2021 એનાયત કર્યા હતાં. જેમાં વર્ષ 2020 અને 2021 માટે 29 ઉત્કૃષ્ટ અને અસાધારણ મહિલા સિદ્ધિઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમાંથી, 28 પુરસ્કારો - (14 વર્ષ 2020 અને 2021 માટે) -29 મહિલાઓને મહિલા સશક્તિકરણ તરફના તેમના અસાધારણ કાર્ય બદલ અર્પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે ઉત્કૃષ્ટ કાર્ય માટે.ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2020 માટે અનિતા ગુપ્તા, ઉષાબેન દિનેશભાઈ વસાવા, નાસીરા અખ્તારી, સંધ્યા ધારી, નિવૃતિ રાય, ટિફની બ્રારો, પદ્મા યાંગોન, જોધૈયા બાઈ બૈગા, સયાલી નંદકિશોર અગાવને, વનિતા જગદેવ બોરાદે, અને તેજા થોમ્યા (મુંજા) ફોર્મ) તરફથી, ઇલા લોધ (મરણોત્તર), આરતી રાણાને નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યું.

Next Story