Connect Gujarat
દેશ

હવે ભારતના પાડોશી દેશને થશે ચિંતા; દેશને મળશે S-400 મિસાઈલ

ભારતે રશિયા પાસેથી એક એવી મિસાઇલ ખરીદી છે જે પાડોશી દેશીને હવામાં પણ ધૂળ ચટાડી શકે છે.

હવે ભારતના પાડોશી દેશને થશે ચિંતા; દેશને મળશે S-400 મિસાઈલ
X

ભારતે રશિયા પાસેથી એક એવી મિસાઇલ ખરીદી છે જે પાડોશી દેશીને હવામાં પણ ધૂળ ચટાડી શકે છે. ભારતને આગામી મહિનાના વચગાળા સુધીમાં રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ મળવાની આશા છે. આ એક એવી મિસાઇલ સિસ્ટમ છે જે ભારતને તેની સુરક્ષાને વધુ મજબૂત બનવામાં મદદ કરશે.


15 ઓકટોબર 2016ના રોજ ભારત અને રશિયા વચ્ચે આ મિસાઇલસિસ્ટમને લઈને સરકારી સ્તરના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ડીલ લગભગ 40 હજાર કરોડ રૂપિયાની છે. હવે લગભગ પાંચ વર્ષ બાદ ભારતને આ મિસાઈલ સિસ્ટમ મળવા જઈ રહી છે. આ મિસાઈલ વિશ્વની શ્રેષ્ઠ એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક છે. ઈકોનોમિસ્ટ મેગેઝીને તેને 2017માં વિશ્વની સૌથી આધુનિક સંરક્ષણ પ્રણાલી તરીકે નામ આપ્યું હતું. આ એક મોબાઈલ સિસ્ટમ છે. એટલે કે તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. આ સિસ્ટમ રડારમાં મિસાઈલ અને લોન્ચર્સને ખૂબ મોટી ટ્રક પર તૈનાત કરવામાં આવે છે. આ આખી સિસ્ટમને થોડીવારમાં ફાયર કરવા માટે તૈયાર કરી શકાય છે. તે ખાસ ''92N6E ઇલેક્ટ્રોનિકલી-સ્ટીયર્ડ ફેઝ્ડ એરે રડાર'' સાથે ફીટ છે જે 600 કિ.મી.ના અંતરથી 300 લક્ષ્યોને શોધી શકે છે. આ પ્રણાલી આ લક્ષ્યોને મારવા માટે ચાર અલગ-અલગ પ્રકારની મિસાઈલ છોડવા માટે સક્ષમ છે.આ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એકસાથે અનેક હવાઈ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. જેમાં ફાઈટર પ્લેનથી લઈને ક્રુઝ મિસાઈલનો સમાવેશ થાય છે. તે ઇલેક્ટ્રોનિક જામિંગને પણ તોડી શકે છે. ભારતીય વાયુસેનાની છેલ્લા પાંચ વર્ષથી આ સિસ્ટમ પર નજર હતી. હાલમાં, એરફોર્સ સાથેની એર ડિફેન્સ સિસ્ટમ માત્ર 40 કિમી સુધીના ખતરાઓને શૂટ કરવા સક્ષમ છે.

Next Story
Share it