Connect Gujarat
દેશ

ઓડિશા: સરકારી શાળામાં ફૂટ્યો કોરોના બોમ્બ, એક સાથે 26 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ

કોરોના સામેની લડાઈ હજુ પણ દેશભરમાં ચાલી રહી છે. રસીકરણ અભિયાનમાં તેજી હોવા છતાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વઘારો થયો છે.

ઓડિશા: સરકારી  શાળામાં ફૂટ્યો કોરોના બોમ્બ, એક સાથે 26 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ
X

કોરોના સામેની લડાઈ હજુ પણ દેશભરમાં ચાલી રહી છે. રસીકરણ અભિયાનમાં તેજી હોવા છતાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વઘારો થયો છે. ત્યારે ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક આદિવાસી કન્યા શાળામાં 26 વિદ્યાર્થીનીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ચમકપુર ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલના સંક્રમિત વિદ્યાર્થીનીઓને સંસ્થાના પરિસરમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઓડિશાના મયુરભંજમાં શાળાના તમામ 26 વિદ્યાર્થીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાના 259 વિદ્યાર્થીઓ કોવિડ સુપક્ષા પ્રોટોકોલ મુજબ કોવિડ-19 પરીક્ષણમાંથી પસાર થશે. જેથી કરીને કોરોનાની ગંભીરતાને ટાળી શકાય. કરંજિયા સબ-કલેક્ટર ઠાકુરમુંડા, બીડીઓ તહસીલદાર અને ડોકટરોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા શાળાએ પહોંચી હતી. કોવિડ-19 અંગે શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

Next Story