Connect Gujarat
દેશ

દિલ્હી: PM મોદીએ લોન્ચ કર્યું e-RUPI,વાંચો શું થશે ફાયદા

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગથી ઈ-વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી(e-RUPI) લોન્ચ કર્યું છે.

દિલ્હી: PM મોદીએ લોન્ચ કર્યું e-RUPI,વાંચો શું થશે ફાયદા
X

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગથી ઈ-વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી(e-RUPI) લોન્ચ કર્યું છે. ઈ-રૂપી એક પ્રીપેડ વાઉચર છે, જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ વિકસિત કર્યું છે. એના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે. સરકારના જણાવ્યા મુજબ, એના દ્વારા યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદ મળશે.

આ એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ રીત છે.એ સેવા આપનાર અને લેનારને સીધી રીતે જોડે છે.એનાર્થી સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને મળશે. એનાથી ભ્રષ્ટાષ્ટ્રાચાર ઘટશે. એ એક QR કોડ કે SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયરેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે.આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ કે ઈન્ટરનેટ બેન્કિંગ વગર પણ વાઉચરને રિડીમ કરી શકશે.

e-RUPI દ્વારા સરકારી યોજનાઓ સાથે જોડાયેલા વિભાગ કે સંસ્થાન વગર ફિઝિકલ કોન્ટેક્ટ ડાયરેક્ટ લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઈડર સાથે જોડાયેલા રહેશે.એમાં એ પણ ખાતરી કરાશે કે લેવડદેવડ પૂરી થયા પછી જ સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ કરવામાં આવે. પ્રીપેડ હોવાને કારણે એ કોઈપણ મધ્યસ્થીને સામેલ કર્યા વગર સર્વિસ પ્રોવાઈડરને સમયે પેમેન્ટ કરે છે. આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ પ્રાઈવેટ સેક્ટરમાં પોતાના એમ્પ્લોયીના વેલ્ફેર અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો માટે પણ કરી શકાય છે.

Next Story