Connect Gujarat
દેશ

PM મોદીને અપાશે પહેલો 'લતા મંગેશકર ઍવોર્ડ',વાંચો કોણે કરી જાહેરાત

લતા મંગેશકરના સન્માન અને તેમની યાદમાં આ વર્ષથી પુરસ્કાર સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

PM મોદીને અપાશે પહેલો લતા મંગેશકર ઍવોર્ડ,વાંચો કોણે કરી જાહેરાત
X

પીએમ નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પીએમને આ પુરસ્કાર 24 એપ્રિલના રોજ એનાયત કરવામાં આવશે. આ દિવસે લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથી છે. આ અંગે દિવંગત સ્વર કોકિલાના પરિવારે જાણકારી આપી હતી. દિવંગત ગાયિકાના પરિવારે અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે નિવેદનમાં જણાવ્યું કે આ વર્ષે લતા મંગેશકરના સન્માન અને તેમની યાદમાં આ વર્ષથી પુરસ્કાર સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છેકે ફેબ્રુઆરીમાં લાંબી બીમારી બાદ 92 વર્ષની ઉંમરમાં લત્તા મંગેશકરનું નિધન થયું હતું. તેઓના પરિવારે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "અમને એ જાહેરાત કરતાં આનંદ અને સન્માન થાય છે કે પ્રથમ પુરસ્કાર વિજેતા અન્ય કોઈ નહીં પરંતુ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારનો હેતુ સંગીત, નાટક, કલા, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરવાનો છે.

Next Story