Connect Gujarat
દેશ

પી.એમ.મોદી ઉત્તરપ્રદેશમાં વધુ એક એરપોર્ટનો કરશે શિલાન્યાસ, 5 ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બનશે

હાલ ઉત્તરપ્રદેશમાં કુલ 8 એરપોર્ટ છે. જોકે અહીયા બીજા 5 નવા એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે.

પી.એમ.મોદી ઉત્તરપ્રદેશમાં વધુ એક એરપોર્ટનો કરશે શિલાન્યાસ, 5 ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બનશે
X

ઉત્તરપ્રદેશમાં હાલ ચૂંટણીના માહોલ વચ્ચે યોગી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે અન્ય રાજ્યોની સરખામણીએ યુપીમાં સૌથી વધારે ઈન્ટરનેશનલ એરપોર્ટ રહેશે. હાલ ઉત્તરપ્રદેશમાં કુલ 8 એરપોર્ટ છે. જોકે અહીયા બીજા 5 નવા એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. યોગી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશમાં 5 ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ એરપોર્ટ બન્યા બાદ યુપીથી લોકોને ડાયરેક્ટ વિદેશ જવા માટે ફ્લાઈટ મળી રહેશે. 2 દિવસ રહીને 25 નવેમ્બરે પીએમ મોદી જેવરમાં જવાના છે.

જ્યા તેઓ નોઈડામાં ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. 2012ની જો વાત કરવામાં આવે તો યુપીમાં તે સમયે લખનૌ અને વારાણસી માત્ર બે સ્થળોએ ઈન્ટરનેશનલ એરપોર્ટ હતા. બાદમાં કુશીનગરમાં પણ ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવામાં આવ્યું જેનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારાજ કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં પણ એરપોર્ટનું કામ પૂરજોશથી કરવામાં આવી રહ્યું છે. એવી આશા સેવાઈ રહી છે 2022ની શરૂઆતમાંજ ત્યા એરપોર્ટ શરૂ થઈ જશે. જ્યારે પાંચમુ એરપોર્ટ નોઈડાની પાસે જેવરમાં બનાવામાં આવશે સાથેજ આ એરપોર્ટથી લોકો ડાયરેક્ટ વીદેશ જવા માટે ફ્લાઈટ બુક કરાવી શકશે.

Next Story