Connect Gujarat
દેશ

PM મોદી 5 ફેબ્રુઆરીએ 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'નું અનાવરણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ 11મી સદીના સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

PM મોદી 5 ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું અનાવરણ કરશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ 11મી સદીના સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' નામ આપવામાં આવ્યું છે.

આ પ્રતિમા શહેરની બહારના ભાગમાં શમશાબાદ ખાતે 45 એકરના કેમ્પસમાં સ્થિત છે. આયોજકોએ જણાવ્યું હતું કે, રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમો 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. 'સમારોહમ' અંતર્ગત સામૂહિક જપ અને 1035 યજ્ઞો જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ અને આધ્યાત્મિક ગુરુ ચિન્ના જિયાર સ્વામી કાર્યક્રમના સહ-આયોજક હશે. બીજી પ્રતિમા મંદિરની અંદર મૂકવામાં આવશે, જે સંતની 120 વર્ષની યાત્રાની યાદમાં 120 કિલો સોનાથી બનેલી છે. 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેનું અનાવરણ કરવામાં આવશે.

Next Story