Connect Gujarat
દેશ

પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું
X

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકારના પદથી રાજીનામું આપી દીધું છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, હું આપને મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીઓ સંભાળવામાં સક્ષમ નથી. મારો આપને અનુરોધ છે કે મહેરબાની કરીને મને આ જવાબદારીમાંથી મુક્ત કરો.

રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, જેમ કે તમે જાણો છો કે હું જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી થોડાક દિવસો આરામ ઈચ્છું છું, એવામાં આપના મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીને સંભાળવામાં સક્ષમ નથી. ભવિષ્યમાં શું કરીશ, તેની પર હજુ કોઈ નિર્ણય નથી લીધો, તેથી હું આપને અનુરોધ કરું છું કે કૃપા કરીને મને આ જવાબદારીથી મુક્ત કરો.

Next Story