Connect Gujarat
દેશ

પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે નહીં જોડાય, રણદીપ સુરજેવાલાનું ટ્વિટ

પ્રશાંત કિશોરના ઘણા સમયથી કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલતી હતી. પરંતુ હવે તેઓ કોંગ્રેસમાં સામેલ નહીં થાય તેવો સત્તાવાર ખુલાસો થઈ ગયો છે.

પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે નહીં જોડાય, રણદીપ સુરજેવાલાનું ટ્વિટ
X

પ્રશાંત કિશોરના ઘણા સમયથી કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલતી હતી. પરંતુ હવે તેઓ કોંગ્રેસમાં સામેલ નહીં થાય તેવો સત્તાવાર ખુલાસો થઈ ગયો છે. કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોંગ્રેસની ઓફર પ્રશાંત કિશોર ઠુકરાવી છે, કોંગ્રેસ પક્ષ તેમની રણનીતિના સૂચન માટે આભાર માને છે. તો બીજીબાજુ પ્રશાંત કિશોરે પણ ટ્વીટ કરી કોંગ્રેસની ઓફરને નકારી દીધી છે

થોડા સમય પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી અને વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે ટૂંક સમયમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાશે અને ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. પરંતુ હવે આ સત્તાવાર જાહેરાત સાથે આ અટકળોનો અંત આવ્યો છે.રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી કોંગ્રેસ અધ્યક્ષે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી છે અને પ્રાશાંત કિશોરને જવાબદારી આપતા ગ્રુપમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યા છે. જોકે તેમણે આ માટે ના કહી છે તો પ્રશાંત કિશોરે પોતાના ટ્વીટ માં લખ્યું કે કોંગ્રેસને મારા બદલે શક્ષમ નેતૃત્વની જરૂર છે હું કોંગ્રેસની ઉદાર ઓફરને નકારી કાઢું છું આમ છેલ્લા કેટલાય દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે

Next Story