-
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાએ ઉમટ્યો જનસેલાબ
-
મહાકુંભનો છે સૌથી મોટો દિવસ
-
ગંગાજીમાં અમૃત સ્નાનનું છે અનેરું મહત્વ
-
પાવન અવસર નિમિત્તે બીજું શાહી સ્નાન યોજાયું
-
અંદાજે 20 કરોડ લોકો ગંગાજીમાં લગાવી ચૂક્યા છે ડૂબકી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,અને અમૃત સ્નાનની શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે.
માઘ મહિનાની અમાસ છે, તેનું નામ મૌની અમાસ છે.આ મહાકુંભનો સૌથી મોટો દિવસ છે. આજે પ્રયાગરાજના કુંભમાં બીજું અમૃત સ્નાન છે. નદી સ્નાન અને ધાર્મિક વિધિઓની દૃષ્ટિએ મૌની અમાસનું ઘણું મહત્વ છે. આ તહેવાર પર મૌન રહીને ધાર્મિક વિધિઓ કરવાની અને આખો દિવસ મૌન રહેવાની પરંપરા છે.
આ અમાવસ્યા પર મૌન વ્રત રાખવાનું બ્રહ્મા, પદ્મ અને વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. તેના મતે, માઘ મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની સાથે આ દિવસે મૌન વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે.મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે.
મુખ્ય સ્નાન પર્વ મૌની અમાવસ્યા પર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો ઉત્સાહ ચરમસીમાએ રહ્યો છે.મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા વધવાને કારણે મકરસંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.અને અત્યાર સુધીમાં મહાકુંભમાં 20 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગાજીમાં ડૂબકી લગાવી હોવાનું જાણવા મળ્યું છે.