Connect Gujarat
દેશ

પંજાબ : મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર થયો વિસ્ફોટ

મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ હુમલો ગઈ કાલે અંદાજે 7.30 વાગ્યે થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે

પંજાબ : મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર થયો વિસ્ફોટ
X

મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ હુમલો ગઈ કાલે અંદાજે 7.30 વાગ્યે થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના એટલી ભયાનક હતી કે આખી બિલ્ડીંગના કાચ તુટી ગયા હતા. આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.

બ્લાસ્ટની ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગચો હતો. એસએસપી આઈજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટની ઘટના પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ સોહાનાના ત્રીજા માળે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઈમારતના ત્રીજા માળે રોકેટથી ચાલતો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બ્લાસ્ટ બાદ નજીકની ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો આરપીજી દ્વારા કરવામાં આવ્યો હતો. RPG એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ. તસ્વીરમાં તૂટેલા ગ્રેનેડની તસવીર જોઇ શકાય છે.

Next Story