Connect Gujarat
દેશ

તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત; વેલ્લોરમાં એક ઘર ધરાશાયી, 9 લોકોના મોત

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થઈ ગયું હતું.

તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત; વેલ્લોરમાં એક ઘર ધરાશાયી, 9 લોકોના મોત
X

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થઈ ગયું હતું. જે ઘટનામાં ચાર બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા જે પણ લોકોના મોત થયા છે. તેમના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી છે.

તમીલનાડુના ઘણા બધા જિલ્લામાં હાલ ભારે વરસાદને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ પાર કરી ગયું છે. જોકે ચેન્નઈ અને પોંડિચેરીમાં હજુ પણ તે પ્રેશર યથાવત છે. જેના કારણે અહીંના લોકો હેરાન થઈ ગયા છે. MD દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર જે દબાણ સર્જાયું હતું તે હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હજું પણ ચેન્નઈ તેમજ પુડ્ડીચેરીમાં ભારે વરસાદની શક્યતા છે. પરંતુ બપોર પછી ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર હવે આંધ્રપ્રદેશ ને પણ પાર કરી કાઢશે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ત્યાના લોકો વધતી ઠંડીની સાથે ભારે વરસાદનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે વધુમાં ભારે વરસાદને કારણે તમિલનાડુમાં હવે 9 લોકોના મોત ના સમાચાર સામે આવ્યા છે. સાથેજ હજુ પણ અહીંયા વરસાદ પડવાની શક્યતા છે.

Next Story
Share it