Connect Gujarat
દેશ

રાજસ્થાન: જયપુરની એક જ સ્કૂલમાં 11 બાળકો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

જયપુર સ્થિત જયશ્રી પેડીવાલ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં એક જ દિવસમાં 11 બાળકો કોરોનાના ભરડામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો

રાજસ્થાન: જયપુરની એક જ સ્કૂલમાં 11 બાળકો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
X

કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં જ જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે રાજસ્થાનના જયપુરની શાળામાં એકસામટા 11 બાળકો કોવિડ સંક્રમિત થતાં હડકંપ મચ્યો છે.એકજ શાળામાં બાળકો પોઝિટિવ આવતા સ્વાથ્ય મંત્રાલય પણ હરકતમાં આવ્યું છે અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જયપુર સ્થિત જયશ્રી પેડીવાલ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં એક જ દિવસમાં 11 બાળકો કોરોનાના ભરડામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે, સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તાબડતોબ શાળા બંધ કરવાના આદેશ આપ્યા છે. જયશ્રી પેડીવાલ આંતરરાષ્ટ્રીય સ્કૂલના કોર્ડિનેટરે જણાવ્યું કે ડે-બોર્ડિગ હોવાને કારણે સ્કૂલમાં સતત વિદ્યાર્થીઓનું ચૅકઅપ કરવામાં આવે છે. મુંબઈથી આવેલ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સતત ટ્રેસિંગ કરવામાં આવતા અન્ય 11 બાળકો કોવિડ પોઝિટિવ નોંધાયા છે. જો કે તાત્કાલિક અસરથી શાળા બંધ કરવામાં આવી છે.એક સામટા 11 વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં સપડાતા વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે

Next Story