Connect Gujarat
દેશ

રાજસ્થાન : વિદ્યાર્થી હોમવર્ક નહીં લાવતા ઢોર માર માર્યો, મૃત્યુ નિપજતા આરોપી શિક્ષકની ધરપકડ

કોલાસર ગામમાં ગત બુધવારે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેના કારણે તે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું,

રાજસ્થાન : વિદ્યાર્થી હોમવર્ક નહીં લાવતા ઢોર માર માર્યો, મૃત્યુ નિપજતા આરોપી શિક્ષકની ધરપકડ
X

રાજસ્થાનના ચૂરુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પકાશમાં આવી છે. કોલાસર ગામમાં ગત બુધવારે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેના કારણે તે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે સાલાસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોલાસર ગામની મોડર્ન પબ્લિક સ્કૂલ નામની ખાનગી શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો 13 વર્ષીય વિદ્યાર્થી ગણેશનો વાંક ફક્ત એ જ હતો કે, તે શિક્ષક દ્વારા આપવામાં આવેલું હોમવર્ક કરીને લાવ્યો ન હતો, ત્યારે મનોજ નામના શિક્ષકે તેને જમીન પર પટકી પટકીને લાતો અને મુક્કા વડે ઢોર માર માર્યો હતો. જેના કારણે ગણેશને નાકમાંથી લોહી નીકળતા તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે ગણેશ ભાનમાં ન આવ્યો તો આરોપી શિક્ષક મનોજ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો, ત્યારે હોસ્પીટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં જ ગણેશના પિતા સહિત પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, ગણેશના માથા, આંખ અને મોઢાના ભાગે ગંભીર પર ઈજાના નિશાન હતા, ત્યારે હાલ તો મૃતક ગણેશના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવતા શિક્ષક મનોજની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ શિક્ષણમંત્રીએ પણ સમગ્ર તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી શાળાની માન્યતાને રદ્દ કરવા અંગે અધિકારીઓને આદેશ કર્યો છે.

Next Story