Connect Gujarat
દેશ

રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સુમન બેરી આગામી મહિનાથી સંભાળશે કાર્યભાર

લગભગ પાંચ વર્ષ સુધી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સુમન બેરી આગામી મહિનાથી સંભાળશે કાર્યભાર
X

લગભગ પાંચ વર્ષ સુધી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવતા મહિનાથી એટલે કે 1 મેથી અર્થશાસ્ત્રી સુમન કે બેરી નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બનશે. રાજીવે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.

ડૉ. સુમન કે બેરીની શરૂઆતમાં તાત્કાલિક અસરથી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં નિમણૂક કરવામાં આવી છે. જે બાદ તેઓ 1 મેથી કમિશનની સંપૂર્ણ જવાબદારી સંભાળશે. નોટિફિકેશનમાં કેબિનેટની નિમણૂક સમિતિએ પણ રાજીવનું રાજીનામું મંજૂર કરી દીધું છે. તેમને 30 એપ્રિલે પદ પરથી મુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ 2017માં સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના તત્કાલિન ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાના પંચમાંથી રાજીનામું આપ્યા બાદ આ જવાબદારી રાજીવ કુમારને સોંપવામાં આવી હતી. રાજીવે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ અને લખનૌ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. જાણીતા અર્થશાસ્ત્રી બેરીએ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી છે. તેઓ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ, સ્ટેટિસ્ટિકલ કમિશન અને ભારતીય રિઝર્વ બેંકની ટેકનિકલ કમિટીના સભ્ય પણ હતા. બેરીએ ભારતના આર્થિક સુધારા દરમિયાન વિશ્વ બેંક માટે પણ કામ કર્યું છે.

Next Story