Connect Gujarat
દેશ

પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડામાં રૂ.357 કરોડ રોકડા ઝડપાયા

પીયુષ જૈનના ઘેરથી અત્યાર સુધી 357 કરોડ રોકડા અને દાગીના મળ્યાં છે. આજે પણ તેના ઘેર દરોડા પડાયા હતા

પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડામાં રૂ.357 કરોડ રોકડા ઝડપાયા
X

જીએસટી ઇન્ટેલિજન્સએ પર્ફ્યુમના વેપારી પીયૂષ જૈનની ધરપકડ કરી લીધી છે, પોલીસે પાડેલા દરોડામાં જૈનના ઘેરથી 357 કરોડ રોકડા અને દાગીના મળ્યાં હતા.GST ઈન્ટેલિજન્સે ટેક્સ ચોરીના આરોપમાં જીએસટી એક્ટ ની કલમ 69 હેઠળ પીયૂષ જૈનની કન્નોજથી ધરપકડ કરી છે. પીયુષ જૈનના ઘેરથી અત્યાર સુધી 357 કરોડ રોકડા અને દાગીના મળ્યાં છે. આજે પણ તેના ઘેર દરોડા પડાયા હતા જેમાં એક બેગમાં 300 ચાવી મળી હતી. આ કેસમાં હજુ ઘણા ખુલાસા થઈ શકે છે.જીએસટી ઇન્ટેલિજન્સના દરોડામાં પીયૂષ જૈન ના ઘેરથી ચલણી નોટો ભરેલા કોથળા મળી આવ્યાં હતા જેમાં 350 કરોડ હોવાનુ કહેવાય છે. હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

આ પહેલા પિયુષ જૈનના ઘરે મેરેથોન દરોડા પાડવામાં આવ્યા હતા. ઘણા ખુલાસા થયા હતા. દરોડા દરમિયાન વેપારી પિયુષ જૈનના ઘરેથી બેગમાંથી 300 ચાવીમળી આવી હતી. પિયુષ જૈને એક જ કેમ્પસમાં ચાર મકાનો બનાવ્યા હોવાના અહેવાલ છે અને ત્યાં ભોંયરું પણ છે, હવે ભોંયરું ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં દરોડામાં પિયુષ જૈન પાસેથી 257 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.અત્તરના વેપારી પીયૂષ જૈન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના ખાસ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી તેમના જુદા જુદા ઠેકાણે આવેલા ઘરમાં દરોડા પાડવામા આવ્યા હતા તેમના ઘેરથી એટલી મોટી માત્રામાં કેશ ઝડપાઈ છે કે આવકવેરા વિભાગ અને જીએસટી ઈન્ટેલિજન્સને ઘણા મશીન મંગાવવા પડ્યાં હતા.

Next Story