Connect Gujarat
દેશ

રશિયા-યુક્રેન "યુદ્ધ" : કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સારવાર હેઠળ

રશિયા-યુક્રેન યુદ્ધ : કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સારવાર હેઠળ
X

છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે, ત્યારે ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મોત બાદ હવે યુક્રેનની રાજધાની કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ભારત સરકારના જનરલ વીકે સિંહે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કીવમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી હોવાની જાણ થઈ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે કીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કહેવાય છે કે, યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈ જ ધર્મ અને રાષ્ટ્રીયતાને નથી જોતી. તેવામાં યુક્રેનની રાજધાની કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત વિધાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, ઇજા પામેલ વિદ્યાર્થી કયા રાજ્યનો છે, તે હાલ જાણી શકાયું નથી. પરંતુ હાલના સમયે અનેક વિદ્યાર્થીઓનું રેસક્યું ઓપરેશન તેજ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story