Connect Gujarat
દેશ

એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બર્બાચ સાથે મુલાકાત કરી, ઈન્ડો પેસિફિક અને યુક્રેન યુધ્ધની ચર્ચા કરી

ભારત જર્મની સાથેના સંબંધો સુધારવા માટે નવા પ્રયાસ કરી રહ્યું છે. આ જોતાં જર્મનીના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બર્બાચ સાથે મુલાકાત કરી હતી.

એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બર્બાચ સાથે મુલાકાત કરી, ઈન્ડો પેસિફિક અને યુક્રેન યુધ્ધની ચર્ચા કરી
X

ભારત જર્મની સાથેના સંબંધો સુધારવા માટે નવા પ્રયાસ કરી રહ્યું છે. આ જોતાં જર્મનીના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બર્બાચ સાથે મુલાકાત કરી હતી.

જયશંકરે ટ્વીટ કર્યું કે તેમણે દ્વિપક્ષીય અને વૈશ્વિક સ્તરે ક્લાઈમેટ ચેન્જ અને SDGs પર જર્મન વિદેશ મંત્રી સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન, ઈન્ડો પેસિફિક અને યુક્રેન સંકટ પર પણ ચર્ચા કરી. જણાવી દઈએ કે વિદેશ મંત્રી જયશંકર તેમની છ દિવસીય જર્મની અને ફ્રાન્સની મુલાકાતે છે. તેઓ 23 ફેબ્રુઆરી સુધી વિદેશ પ્રવાસ પર રહેશે અને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લેવાના છે. આ દરમિયાન તેઓ વિદેશ મંત્રી અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

Next Story