Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રમાં 24 જાન્યુ.થી શાળાઓ ખુલશે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી

આદેશ મુજબ ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ ખોલવામાં આવશે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનેક વાલીઓ અને સંગઠનો દ્વારા શાળાઓ ખોલવાની માંગ કરવામાં આવી રહી હતી.

મહારાષ્ટ્રમાં 24 જાન્યુ.થી શાળાઓ ખુલશે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી
X

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને ફાયદાકારક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની સંમતિ બાદ શિક્ષણ વિભાગે રાજ્યમાં 24 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે શિક્ષણ વિભાગે શાળા ખોલવા માટે મુખ્યમંત્રીને પ્રસ્તાવ મોકલ્યો હતો. જે ગુરુવારે બપોરે મંજૂર કરવામાં આવ્યો હતો.

આદેશ મુજબ ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ ખોલવામાં આવશે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનેક વાલીઓ અને સંગઠનો દ્વારા શાળાઓ ખોલવાની માંગ કરવામાં આવી રહી હતી.ત્યારે નવા આદેશ મુજબ જે સ્થળોએ કોરોનાના ઓછા કેસ છે. ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર તેના અનુસાર શાળાઓ ખોલવાનો નિર્ણય લઈ શકે છે. શાળા ખોલવાની સાથે, એવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે જે બાળકોના માતા-પિતા તેમની સંમતિથી તેમને શાળાએ મોકલવા માંગે છે. તે બાળકોને જ આવવા દેવામાં આવશે. આ ઉપરાંત તમામ બાળકો, સ્ટાફ અને શિક્ષકોને કોરોના રસીના ડોઝ પણ આપવામાં આવશે.

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ વધ્યા બાદ રાજ્યમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. હવે જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ્સની કટોકટી અને ચેપ વધી રહ્યો છે, ત્યારે માતાપિતા અને શિક્ષકો શાળા ખોલવાની માંગ કરી રહ્યા હતા. મોટાભાગના વાલીઓનો અભિપ્રાય હતો કે ઓનલાઈન શિક્ષણ સારું નથી. આ માંગને ધ્યાનમાં રાખીને શાળા શિક્ષણ વિભાગે શિક્ષણ નિષ્ણાતો અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. જે બાદ સોમવારથી શાળા ખોલવાની મંજૂરી આપવા માટે મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી હતી.

Next Story